જસપ્રીત બુમરાહને પીઠની ઈજા થઈ હોવાના કારણે તે હાલ સારવાર લઈ રહયો છે ત્યારે ઍવી વાતો ચાલી રહી છે જે ઇજાના કારણે જસપ્રીત બુમરાહ હવે ટી 20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે આવી વાતોના પગલે જસપ્રીત બુમરાહના ચાહકો નિરાશ થઇ ગયા હતા. પરંતુ તાજેતરમા બી સી સી આઇ ના ચેરમેન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતુ કે જસપ્રીત બુમરાહ હાલ બી સી સી આઇની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ સારવાર લઈ રહયો છે અને તેની ઝડપી રિકવરી થઈ રહી છે ત્યારે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે એમ કહેવું વહેલુ થઈ જશે એવી આશા રખાઈ રહી છે કે તે T20 વર્લ્ડ કપમાં રમી શકશે. સૌરવ ગાંગુલીનુ આ સ્ટેટમેન્ટ જો અને તો પર આધારિત હોવા છતાં હાલ પુરતા જસપ્રીત બુમરાહના ચાહકો માટે ખુશીના સમાચાર બની ગયા છે ભારતીય ક્રિકેટ ખેલાડીઓ માટે ફિટનેસની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. ત્યારે ખેલાડીઓની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે તેથી જ નિયમિત રીતે સમય અંતરે ખેલાડીઓને આરામ આપવા અંગે પણ ખાસ આયોજન કરવામાં આવે છે બુમરાહના પ્રશંસકો માટે સારા સમાચાર….
જસપ્રીત બુમરાહના પ્રશંસકો માટે સારા સમાચાર….
RELATED ARTICLES




