Published by : Rana Kajal
ચીનના ઝેંગ્ઝોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. જેના કારણે અહીં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. ઝેંગ્ઝોમાં સૌથી મોટી આઈફોન ફેક્ટરી આવેલી છે. કોરોના અને લોકડાઉનના કારણે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ દીવાર કૂદીને ભાગવા મજબૂર બન્યા છે.
ઝેંગ્ઝો ફોક્સકોનમાં લગભગ 3 લાખ કર્મચારી કામ કરે છે. વિશ્વમાં સૌથી વધુ આઈફોનનું મેન્યુફેક્ચરિંગ આ જ ફેક્ટરીમાં થાય છે. અહીં લોકડાઉન કરી દેતા ખાવા-પીવાની ચીજ વસ્તુઓની કમી થઈ રહી છે. લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાહનોની સુવિધા ન હોવાથી લોકો પગપાળા પોતાના ઘર તરફ ભાગી રહ્યા છે. જો કે ઝેંગ્ઝોમાં હાલ કેટલા લોકો કોરોના સંક્રમિત છે, તેની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. અહીં ટ્રાન્સપોર્ટની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.