- ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે રજતજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સહભાગી સંસ્થાનોના સથવારે આયોજન
- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ, કલરવ, ધ્વનિ શાળા, ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો તેમજ વડીલોના ઘરના વૃદ્ધો સાથે દિલથી દીપાવાશે દિવાળી
આપની પોતાની ચેનલ ‘ચેનલ નર્મદા’ ના રજત જ્યંતી વર્ષ નિમિતે ગુરૂવારે આવો દિલથી દીપાવીએ દીપાવલી કાર્યકમનું નીલકંઠ ઉપવન ખાતે આયોજન કરાયું છે.
તા. 20 ઓક્ટોબર ગુરૂવારે સાંજે 6 કલાકે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એન્ડ બોયઝ, ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર, ધ્વનિ મુકબધીર શાળા, કલરવ સ્કૂલ, વડીલોનું ઘર અને નારી કેન્દ્રની બાળાઓ સહિત 425 થી વધુ લાભાર્થીઓ સાથે સૌ ભેગા મળી નવા વર્ષને અવકારીશું.

ચેનલ નર્મદા, નવેઠા માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, દિવ્ય ચેતના ચેરીટેબલ ટ્રસ્ટ સહિત સમાજના શ્રેષ્ઠીઓ તેમજ તમામ ક્ષેત્રના મહાનુભવોના સથવારે આયોજિત આ કાર્યકમમાં નવા વર્ષ નુતનવર્ષને સાથે મળી ઉજવીશું. કાર્યકમનું જીવંત પ્રસારણ ચેનલ નર્મદા અને તેના ફેસબુક પેજ ઉપરથી કરવામાં આવનાર છે.




