હાલમાં ખાબકેલા ભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરમાં માર્ગો ધોવાઇ જતા બિસ્માર બન્યા છે આ માર્ગો ઉપર ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે બે ત્રણ કિમીનું અંતર કાપતા જ મેકઅપ કર્યો હોય તેવા વાહન ચાલકોના હાલ થઇ જતા હોવાની બુમો ઉઠી હતી

આ અંગેના સમાચાર આપની પોતાની ચેનલ નર્મદા પર પ્રસારિત થતા જ અંકલેશ્વર નગર પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને મંગળવારે તમામ માર્ગો ઉપર સાફ-સફાઈ હાથ ધરી હતી ત્યારે એકવાર ચેનલ નર્મદાના સમાચાર ફરી અસરદાર સાબિત થયા છે.




