Home Cricket ચેન્નાઇ સુપરકિંગ 10મી વાર IPL ફાઇનલમાં પહોંચતા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બાએ...

ચેન્નાઇ સુપરકિંગ 10મી વાર IPL ફાઇનલમાં પહોંચતા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બાએ શુભેચ્છાઓ પાઠવી.

0

Published By : Disha PJB

ચેન્નાઇ સુપરકિંગ 10 મી વાર IPL ફાઇનલ માં પહોંચતા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બાએ શુભેચ્છા પાઠવી હતી કે, જે લોકો પણ ચેન્નાઇ સુપર કિંગના ફેન્સ છે તે તમામ લોકો માટે ગૌરવનું ક્ષણ છે. છેલ્લા દસ વર્ષથી ચેન્નઇ સુપર કિંગની ટીમ ફાઈનમાં પહોચી છે.

આનો શ્રેય તેમના તમામ ખેલાડીઓને, લીડર, મેનેજમેન્ટને તે સાથે તમામ ફેન્સને પણ જાય છે. કારણ કે ક્યાંકને ક્યાંક તેમની લાગણીઓ ખિલાડીઓને સતત ઉત્સાહિત કરી રહી હોય છે. અને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી હોય છે.

અમદાવાદમાં ફાઈનલ છે. હું ચોક્કસથી મેચ જોવા માટે જઈશ. ખાસ કરીને એક ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવાની ખૂબ જ મજા આવે છે. અને આ સ્ટેડિયમમાં વધારે દર્શકો ઉપસ્થિત રહી શકે છે. અને હું એક નોર્મલ ફેનની જેમ જ છું. હું સતત મારા હસબન્ડને સપોર્ટ કરતી આવી છું.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version