Home Fashion & Beauty ઉનાળામાં પહેરો આવા પોશાક જે માત્ર ગરમીને માત જ નહિ આપશે, પરંતુ...

ઉનાળામાં પહેરો આવા પોશાક જે માત્ર ગરમીને માત જ નહિ આપશે, પરંતુ તમારા ફેશન લૂકમાં પણ વધારો કરશે…

0

Published By : Disha PJB

ઉનાળાના કહેરથી બચવા માટે લોકો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર તડકો અને પરસેવો સુકાવાના સંઘર્ષમાં મોટાભાગના લોકો ફેશનની અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ડ્રેસિંગ સેન્સનું ખાસ ધ્યાન રાખવાથી તમે ન માત્ર ગરમીથી બચી શકશો સાથે જ કૂલ અને સ્માર્ટ પણ દેખાઈ શકો છો.

દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવુ ગમે છે. જો કે ઉનાળાની ઋતુમાં ફેશનને મેઈન્ટેઈન રાખવી એ કોઈ ટફ ટાસ્કથી ઓછું નથી. 

ઉનાળાની ઋતુમાં સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા ખૂબ જ સારા છે. આના કારણે તમે ઓછી ગરમી અનુભવો છો અને આ મટિરિયલનું કાપડ એકદમ આરામદાયક પણ હોય છે. આ સાથે જ તમે ઘરમાં સ્લીવ લેસ અને હાફ સ્લીવના કપડાંને પસંદગી આપી શકો છો. પરંતુ ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં જ પહેરો. જેના દ્વારા તમે સૂર્યના તાપ અને ગરમીથી સુરક્ષિત રહો.

ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. આનાથી તમને ન માત્ર વધુ ગરમી લાગે છે સાથે સાથે હવા પણ શરીર સુધી પહોંચતી નથી.

ઉનાળામાં લાઈટ રંગો જેવા કે લીંબુ, લીટ પિંક, પીચ, કેસરી અને આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ. ગરમીમાં બહાર જતી વખતે માથું ખુલ્લું ન રાખવું. આ તમને હીટ સ્ટ્રોક થવાનું જોખમ વધારે છે. જેના કારણે તમને માથાનો દુખાવો તેમજ ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version