Home Jambusar જંબુસરમાં 6 વર્ષની બાળકીને ગાયે શિંગડે ભેરવી, સદનશીબે બાળકી હેમખેમ

જંબુસરમાં 6 વર્ષની બાળકીને ગાયે શિંગડે ભેરવી, સદનશીબે બાળકી હેમખેમ

0

– પાલિકાના પાપે હરાયા પશુઓના આતંકમાં 8 થી 10 બાળકો માંડ માંડ બચ્યા

– પિશાચ મહાદેવ રોડ ઉપર હાઉસિંગ સોસાયટીમાં પશુએ ભેટી મારી રસ્તા ઉપર માસૂમ બાળકીને રગદોળવાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે

– સ્કૂલેથી અન્ય બાળકો સાથે ઘરે પરત ફરતી વૃષ્ટિ દફતરના લીધે ઇજાઓથી બચી

જંબુસર નગરમાં શાળાએથી ઘરે જતી 6 વર્ષીય માસૂમ બાળકીને ઘર આંગણે જ ગાયે પાછળથી ભેટી મારી રસ્તા ઉપર ફંગોળતા હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.

જંબુસર નગરમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો અને વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે ગતરોજ સાંજના સમયે સ્કુલેથી ઘરે જતી 6 વર્ષ વૃષ્ટિ રઝળતા પશુની ભોગ બની હોવાની ઘટના સામે આવી છે બાળકી તેના ઘર પાસે અન્ય બાળકો સાથે પહોંચતા જ પાછળથી દોડી આવેલ ગાયે ભેટી મારી દીધી હતી પશ્ચિમ જંબુસરમાં પિશાચ મહાદેવ રોડ ઉપર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પરમારની 6 વર્ષની દીકરી વૃષ્ટિને પાછળથી ગાયો આવી હતી. જેમાં ઘર આંગણા પાસે જ ઉભેલી વૃષ્ટિને એક ગાયે અચાનક પાછળથી ભેટી મારી હતી. જેને લઈ અન્ય 8 થી 10 બાળકોમાં પણ ગભરાટ સાથે દોડા દોડ થઈ ગઈ હતી.ગાયે વૃષ્ટિને શીંગડે ભેરવી રસ્તા ઉપર ફંગોળી દીધી હતી જોકે તે બાદ ગાય વૃષ્ટિને જમીન ઉપર છોડી તુરંત દોડવા લાગતા માસૂમ બાળકી ગાયના હુમલાનો વધુ ભોગ બનતા બચી ગઈ હતી. આગળ રહેલા અન્ય 4 થી 5 બાળકો ગાય તેમની પાછળ દોડતા ભાગવા લાગ્યા હતા. વૃષ્ટિ રસ્તા પરથી તરત ઉઠી ઘરની જાળી ખોલી અંદર ઘુસી ગઈ હતી. પાછળ રહેલા દફતરના કારણે 6 વર્ષની વૃષ્ટિ ગાયના હુમલામાં ઇજા પામતા બચી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં જ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના સીસીટીવી બહાર આવતા જંબુસરના નગરજનો હરાયા પશુઓ કોઈ મુસીબત સર્જે તે પેહલા કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ માંગ કરી રહ્યાં છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version