Home News Update Crime જનેતા જ નિર્દયી બની:આર્થિક સ્થિતિ ખરાબ હતી અને બીજા સંતાનનો જન્મ થતાં...

જનેતા જ નિર્દયી બની:આર્થિક સ્થિતિ ખરાબ હતી અને બીજા સંતાનનો જન્મ થતાં ખેતરમાં માતાએ જ બાળકીને જીવતી દાટી દીધી

0

ગતરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેતમજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. એને પગલે તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે રોષ વરસાવ્યો હતો. કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે.માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

બાળકીને હિંમતનગર સિવિલ ખાતે દાખલ કરાઈ હતી

જીવિત નવજાત શિશુને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં તે પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે 108 સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમિન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે, જેથી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version