જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ હોય શકે છે. સીજેઆઈ ઉદય ઉમેશ લલીતે આજે પોતાના ઉત્તરાધિકારીના નામે સરકારને પત્ર મોકલયો છે . માનવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિત 50મા સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડનું નામ કેન્દ્રને મોકલશે. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં, કાયદા અને ન્યાય મંત્રાલયે મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને નવા CJIના નામની ભલામણ કરીને નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરી હતી.
CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. કેમ કે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ CJI લલિત પછી સૌથી સિનિયર જજ છે, તેથી આ માટેના મુખ્ય દાવેદાર છે. હકીકતમાં 27 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપિત ભવનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેનારા ચીફ જસ્ટિસ લલિતના રિટાયરમેન્ટમાં હવે માત્ર એક મહિનાનો સમય બાકી છે. તેમણે ભૂતપૂર્વ CJI એનવી રમનાનું સ્થાન લીધું હતું, જે 26 ઓગસ્ટ 2022ના રોજ રિટાયર થયા હતા.
કાયદા અને ન્યાય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે, ‘ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (એમઓપી)ના ભાગરૂપે, આજે માનનીય કાયદા અને ન્યાય પ્રધાને એક માનનીય મુખ્ય ન્યાયાધીશને પત્ર, તેમને પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરવા જણાવ્યું. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂકની પ્રક્રિયા સાથે સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (એમઓપી) અંતર્ગત નિવર્તમાન પ્રધાન ન્યાયાધીશ કાનૂન મંત્રાલય પાસેથી પત્ર મેળવ્યા પછી પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણની પ્રક્રિયા શરૂ કરે છે.
મુખ્ય ન્યાયાધીશ તેમના અનુગામી તરીકે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને નોમિનેટ કરે છે. આ પરંપરાના અનુસાર, ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ દેશના 50મા પ્રધાન ન્યાયાધીશ હોય શકે છે અને તેઓ 9 નવેમ્બરે CJI તરીકે શપથ લઈ શકે છે.જો જસ્ટિસ ચંદ્રચુડ આગામી CJI બનશે તો તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો 65 વર્ષની વયે અને હાઈકોર્ટના ન્યાયાધીશો 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે.