Published by : Rana Kajal
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે પે એન્ડ યુઝ શૌચાલય અને પીકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચના નવા શુકલતીર્થ ગામના જાગૃત નાગરિક જગદીશ પટેલ,મોન્ટુ પટેલ સહિતના આગેવાનોએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝાડેશ્વર ચોકડી ઉપર ચારેય દિશામાંથી વિવિધ ગામ અને શહેરના નાગરિકો,મુસાફરો આવી ઉભા રહેતા હોય છે જેઓને પીકઅપ સ્ટેન્ડ અને શૌચાલયની સુવિધા નહી મળતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તેવા સમયે તંત્ર દ્વારા નાગરિકો અને મુસાફરો માટે પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




