Published By : Disha PJB
દરેકના રસોડામાં અજમો તો હોય છે. ઘણી વાનગીઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. સ્વાદમાં ઉમેરો કરતા અજમામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે.
- જેમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તેમને અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે અને તેને ખાવાથી અપચો મટી જાય છે. આવું તેનામાં રહેલાં એન્ટિઓક્સીડન્ટને લીધે થાય છે.
- અજમાને સંચળમાં મિક્સ કરીને હુંફાળા ગરમ પાણી સાથે ખાવાથી પેટની તકલીફો જેવી કે ગભરામણ અને એસિડીટીમાં રાહત થાય છે.
- વજન ઘટાડવા માટે તમારે અજમો ખાવો જોઈએ. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી વજન ઉતરે છે.
- શિયાળામાં આબાલવૃદ્ધ બધાને શરદી-ખાંસી થઇ જાય છે. આવામાં અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી-ખાસી જલદી મટે છે.
5.અજમાનું અડધો કપ પાણી મધમાં મિક્સ કરીને પીવાથી સંધિવામાં રાહત થાય છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે.
- પેઢાનો સોજો કે દુખાવો હોય તો અજમાના પાણીથી કોગળા કરો. એનું ચૂર્ણ બનાવીને આંગળીથી પેઢા પર ઘસો.
- ચહેરાની સુંદરતા વધારવા માટે અજમાની પેસ્ટને ચહેરા પર લગાવો. એનાથી ખીલ મટી જશે.
- ડાયાબિટીસના દર્દીઓએ રોજે ખાલી પેટ એક ચમચી અજમો ખાવો જોઈએ. ધીમે ધીમે આ તકલીફથી છુટકારો મળી જશે.
- સ્ત્રીઓએ માસિકમાં થતી તકલીફોથી બચવા માટે દિવસમાં બે વખત ઓછામાં ઓછી એક ચમચી અજમો પાણી સાથે લેવો જોઈએ.




