નવરાત્રીના પાવન પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબા રસિકો ચણિયાચોળી લેવા માટે બજારમાં ઉમટી પડ્યા છે. કોરોના કાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ગરબા રસિકો છૂટથી ગરબા રમી શકશે એ ઉત્સાહને લઈને ગરબા રસિકો નવરાત્રીની ખરીદી કરવા નીકળી પડ્યા છે.
વડોદરા શહેરના બજારમાં નવરાત્રીનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે ખાસ ડિઝાઇનર ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. એમાં પણ આભલા અને અરીસા વાળા ચણીયા ચોળીની માંગ સૌથી વધુ છે. તદુપરાંત સેમી ટ્રેડિશનલ ચણીયા ચોળી છોકરીઓને વધુ પસંદ આવી રહી છે. 1500 થી લઈને 5,000 રૂપિયા સુધીના ચણિયાચોળી બજારમાં મળી રહ્યા છે. ઘણા દુકાનદારોનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )




