Published by : Rana Kajal
હોલિવૂડની અનેક ફિલ્મોમાં તમે ભવિષ્યની દુનિયાની કલ્પના કરતા અનેક દ્રશ્યો જોવા મળે છે. રસ્તાઓ પર આધુનિક ઈલેક્ટ્રિકલ વાહનો ચાલી રહ્યા છે. રોબોટ માણસોના આદેશ માનીને ઘરોમાં અને રસ્તાઓ પર ચાલી રહ્યા છે. આવા આંખોને ચકિત કરી દેતા અનેક કાલ્પનિક દ્રશ્યો તમે જોયા જ હશે. હવે આ કલ્પનાઓ ધીરે ધીરે સાચી બનતી જઈ રહી છે. હાલમાં જ ઈલેક્ટ્રિક કાર અને બાઈકને આપણે રસ્તા પર ઉતારવામાં સફળ થયા છે. દુનિયાભરમાં આજે પેટ્રોલ બચાવીને ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં દુનિયામાં હવામાં ઉડતી બાઈક પણ જોવા મળશે. તે પહેલા જ દુનિયાના એક દેશમાં રસ્તાઓ પર રોબોટ ફરતા જોવા મળ્યા છે.
જાપાનમાં રસ્તાઓ પર સેલ્ફ ડ્રાઈવિંગ ડિલવરી રોબોટ ફરતા જોવા મળી રહ્યા છે. આ રોબોટનો ઉપયોગ કામ કરનારાઓની અછત અને વૃદ્ધોની સુવિધા માટે કામ કરશે. રસ્તા પર કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે અથડાવવાનો ભય હશે તો રોબોટ પોતે અવાજ કરીને ચેતવણી આપશે. આ રોબોટ પર એક ઓફિસમાંથી ડિજીટલ કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. મળતી માહિતી અનુસાર, કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ આ રોબોટને આધિકારીક રીતે એપ્રિલ મહિનાથી મંજૂરી મળશે.