Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપ્રેમની અભિવ્યક્તિના દિવસે ગૌ પ્રેમીઓએ આપ્યું ગાય માતાને આલિંગન

પ્રેમની અભિવ્યક્તિના દિવસે ગૌ પ્રેમીઓએ આપ્યું ગાય માતાને આલિંગન

Published by : Anu Shukla

  • વડોદરાના ગૌપાલકોએ ગૌપૂજન કરી વેલેંટાઈન ડેની કરી ઉજવણી

પ્યારની અભિવ્યક્તિનો આજનો દિવસ એટલે વેલેન્ટાઇન્સ ડે. આજના દિવસને વડોદરામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વડોદરાના ગૌપાલકોએ આજના દિવસને કાઉ હગ ડે એટલે કે ગાયને આલિંગન દિવસ તરીકે મનાવવામાં આવ્યો.

આજના પ્રેમના દિવસે પ્ર્રેમીઓ એકમેક પ્રત્યે પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરતા હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આ 4 ફેબ્રુઆરીને કાઉ હગ ડે તરીકે મનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ બાદ અનેક મીમ્સ બન્યા હતા. અને વિરોધ પણ થયો હતો. આ તમામ વચ્ચે આ વર્ષે સૌપ્રથમ વખત કાઉ હગ ડે મનાવવાનું વડોદરાના ગૌપાલકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે પશુપાલકો દ્વારા આજે ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. તેઓને કુમકુમનું તિલક કરી તેઓને હાર પહેરાવી અને તેને આલિંગન આપવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું પણ શાસ્ત્રોમાં ઉલ્લેખાયું છે. ત્યારે ગાય માતા પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે આજના દિવસથી બીજો કયો દિવસ ઉત્તમ હોઈ શકે તેમ પશુપાલકોનું માનવું છે. ગૌપાલક દેવાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ ઉપર હાવી થઇ રહી છે. અને તે ભારતીય સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખશે. આપણી સંસ્કૃતિમાં ગાયને સર્વસ્વ માનવામાં આવે છે. આજના દિવસે અમે ગાય માતાને પૂજન કરી તેઓ પ્રત્યે અમારો પ્રેમ અભિવ્યક્ત કરીએ છે.

( ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security