Published by : Rana Kajal
ભારત જેવા દેશ કે જ્યાં વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી વસતી છે ત્યાં આવનારા સમયમાં કેન્સર જેવી જીવલેણ બીમારીની સુનામી આવી શકે છે. તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વૃદ્ધોની વધતી વસતી અને ભારતીયોમાં ઝડપથી વધી રહેલી ખરાબ જીવનશૈલી પણ આ કેન્સરની સુનામીનું તેનું કારણ બની શકે છે. તેમણે આ સુનામીને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો પડશે. કેન્સર એ શરીરમાં પેદા થતી અસામાન્ય અને ખતરનાક સ્થિતિ છે. કેન્સર ત્યારે થાય છે જ્યારે શરીરમાં કોષો અસામાન્ય રીતે વધવા કે વિભાજીત થવા લાગે છે. કેન્સર થવાના સૌથી મોટા કારણોમાં ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન, સ્થૂળતા, પોષક તત્વોનો અભાવ અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ છે. જો આ મામલે વહેલા જાગૃત થઈને તપાસ અને અસરકારક રીતે સારવાર કરવામાં આવે તો મોટાભાગના કેન્સરની સારવાર શક્ય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 2020 અને 2022 ની વચ્ચે દેશમાં સંભવિત કેન્સરના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં વધારો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ, 2020 માં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા 13,92,179 (આશરે 14 લાખ) હતી, જે 2021માં વધીને 14,26,447 થઈ અને 2022માં તે વધીને 14,61,427 થઈ ગઈ. એટલે કે 2021 કરતાં 2022માં કુલ 35000 કેસ વધી ગયા.




