જૂનાગઢમાં મૂળ પાકિસ્તાનની મહિલાએ મતદાન કર્યું છે. હેમાબહેન આહુજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. હેમાબહેન મૂળ પાકિસ્તાનના મીરપુરખાસના રહીશ છે. તેઓ ચાર વર્ષ પહેલા લગ્ન કરી ગુજરાતમાં આવ્યા હતા. ચાર વર્ષ બાદ ભારતીય નાગરિકતા મળતા તેમણે પહેલી વાર મતદાન કર્યું છે. મૂળ પાકિસ્તાનના હેમાબહેન, આહુજા પરિવારના પુત્રવધુ છે. તેમણે સામાજિક રાહે લગ્ન કર્યા હતા. આ સાથે જ હેમાબહેને જણાવ્યું કે, પીએમ મોદી નિયમ લાવ્યા ત્યાર બાદ સામાન્ય પ્રોસેસમાં નાગરિકતા મળતાં આજે વોટિંગ કર્યું છે. સાથે જ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.
જૂનાગઢમા મૂળ પાકિસ્તાની મહિલાએ કર્યુ મતદાન…
RELATED ARTICLES




