Published By:-Bhavika Sasiya
- ખુબ મોટી સંખ્યામા દુનિયામાંથી જોડીયા એટલેકે જુડવા થયા ભેગા….
ઍક સરખો ચહેરો,અને સાથે શરીરની લંબાઈ અને જાડાઈ પણ ઍક સરખી હોય, બોલવાની ચાલવાની અને ત્યાં સુધી કે હસવા રડવાની પધ્ધતિ પણ ઍક સરખી હોય તેવા.. જોડીયા એટલેકે જુડવા પર આધારીત ઘણી ફિલ્મો સફળ થઈ હતી આવી ફિલ્મોમાં” રામ ઓર શ્યામ” થી માંડીને “જુડવા” સુધીની ફિલ્મો ગણાવી શકાય. પરંતું આ બધી ફિલ્મોની વાર્તા કાલ્પનિક હતી.
પરંતું વાસ્તવમાં જોડિયાઓની સંખ્યા દુનિયામાં ઓછી નથી.આવા જોડીયા ઓનો મેળો તાજેતરમા યોજાયો હતો.
ઓસ્ટ્રેલિયામાં ખાસ જોડિયાઓનો મેળો યોજાયો હતો જેમાં સમગ્ર દુનિયામાથી હજારો જોડીયાઓ ભેગા થયા હતા. ઍક સરખા જોડિયાઓને જોઇ મેળાને જોવા આવેલા લોકો પણ ખુબ ખુશ થઈ ચિચિયારી ઓ પાડતા જણાયા હતા…
જોડીયા વ્યક્તિઓ પછી એ પુરુષો હોય કે મહિલાઓ હોય આવા જોડીયાઓ એટલી સામ્યતા ધરાવતા હોય છે કે નજીકનાં સગા સંબધીઓ પણ તેમને ઓળખવામાં થાપ ખાઈ જાય છે..