Published by : Anu Shukla
- J&K-લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે
- પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
- કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા, કહ્યું નફરત ફેલાવવાનું ષડયંત્ર કરનાર દેશ
હાલમાં પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડી રહ્યું છે અને ભયાનક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં પાકિસ્તાન કાશ્મીર પર નજર ટકાવી બેઠું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિ ગમે તે કહે અથવા માને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, અમને પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી. ભારતની બિનસાંપ્રદાયિકતાની ઓળખાણ અને મૂલ્યો સામે તેમને તકલીફ થઇ રહી છે અને તે ભારતના મૂળ પાયા વિરુધ નફરતની આગ ફૂંકી રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના પ્રચારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના હતાશાથી ભર્યા પ્રયાસો અને બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવાની ખરાબ આદત સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન છે.