Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalભારતીય મૂળના અપ્સરા અય્યરની 136 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત હાર્વર્ડ લૉ રિવ્યુના...

ભારતીય મૂળના અપ્સરા અય્યરની 136 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પદે પસંદગી…

Published by : Anu Shukla

દેશ માટે ગર્વની વાત છે. હાર્વર્ડ લૉ સ્કુલમાં સેકન્ડ યરની ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની અપ્સરા અય્યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. લૉ રિવ્યુના 136 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય મૂળની મહિલાએ આ પદ સંભાળ્યુ છે.

હાર્વર્ડ લૉ સ્કુલના અંતર્ગત સંચાલિત થનારી લૉ રિવ્યુ એક એવી સંસ્થા છે, જે કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થનારા જનકલના લેખોની સમીક્ષા અને પસંદગીનું કામ કરે છે. આની સ્થાપના વર્ષ 1887માં થઈ હતી. ‘ધ હાર્વર્ડ ક્રિમસન’એ અપ્સરા અય્યરને હાર્વર્ડ લૉ રિવ્યુના 137મા અધ્યક્ષ પસંદ કર્યા છે.

હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા મુદ્દે અપ્સરા અય્યરે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે લૉ રિવ્યુ અધ્યક્ષ તરીકે તેમનો હેતુ લેખોની સમીક્ષા અને પસંદગીની પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવા અને ઉચ્ચ ગુણવત્તા વાળા કાર્ય માટે પ્રકાશનની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો છે. અપ્સરા અય્યર પહેલા આ પદ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રુથ બેડર જિન્સબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ રહી ચૂક્યા છે.

કોણ છે અપ્સરા અય્યર

અપ્સરા અય્યરે 2016માં યેલથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અર્થશાસ્ત્ર, ગણિત અને સ્પેનિશમાં અપ્સરા અય્યરની સ્નાતકની ડિગ્રી છે. સાંસ્કૃતિક વારસાના મૂલ્યોને સમજવામાં અપ્સરા અય્યરની રૂચિએ તેમને મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્નીના પ્રાચીન વસ્તુઓની તસ્કરી એકમમાં કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા, જે ચોરાયેલી કલા અને કલાકૃતિઓને ટ્રેક કરે છે.

અપ્સરા અય્યરે લૉ સ્કુલમાં આવ્યા પહેલા 2018માં લૉ કાર્યાલયમાં કામ કર્યુ હતુ અને આ ભૂમિકામાં આવ્યા પહેલા લૉ પ્રથમ વર્ષ બાદ રજા લીધી હતી. અપ્સરા અય્યર ‘રાઈટ-ઓન’ નામની એક સ્પર્ધાત્મક પ્રક્રિયા બાદ હાર્વર્ડ લૉ રિવ્યુમાં સામેલ થયા, જ્યાં હાર્વર્ડ લૉ સ્કુલના વિદ્યાર્થી કડકાઈપૂર્વક ડોક્યુમેન્ટની તપાસ કરે છે. અપ્સરા અય્યર પહેલા લૉ સ્કુલના હાર્વર્ડ હ્યુમન રાઈટ્સ જર્નલ અને નેશનલ સિક્યોરિટી જર્નલમાં સામેલ રહ્યા છે. તેઓ સાઉથ ઈન્ડિયન લૉ સ્ટુડન્ટ્સ એસોસિએશનના સભ્ય પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security