Published by : Rana Kajal
દારૂબંધીનો કાયદો હોય તો પણ લોકો ચોરી છુપીથી દારૂ પીતાં હોય છે જેના માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ઉદાહરણ છે ત્યારે રાજસ્થાનમાં ઍક એવું ગામ છે જે ગામના લોકો દારૂબંધી જેવો કોઇ કાયદો ન હોવા છતાં હનુમાન દાદાની કૃપાથી કોઇ દારૂ ને હાથ પણ લગાડતું નથી રાજસ્થાનના નાગૌર જિલ્લાના જોરાવરપુરા ગામમાં સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં લોકો ખૂબ જ આસ્થા અને આદર ધરાવે છે. આ લગભગ 500 વર્ષ જૂના મંદિરમાં હનુમાનદાદાની દક્ષિણમુખી પ્રતિમા છે. કહેવાય છે કે આ મૂર્તિ ગીરાવંડી ગામમાંથી લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે ગીરાવંડી ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી ત્યાંથી લાવીને જોરાવરપુરા ગામમાં હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવી હતી. સાથે જ એવું માનવામાં આવે છે કે જોરાવરપુરા ગામ પર હનુમાનજીની વિશેષ કૃપા છે. મંદિરના પૂજારી ગણપત દાસ કહે છે કે અહીં માત્ર એક નાનકડો દેવરા (નાનું મંદિર) હતું. હનુમાનજીની કૃપાથી ગામમાં કોઈપણ પ્રકારનું સંકટ નથી. બજરંગબલીની કૃપાથી ગામમાં વરસાદ પડે છે. અહીં દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ છે ગ્રામવાસી નૃસિંહ રામે જણાવ્યું કે હનુમાનજી આ ગામ પર વિશેષ કૃપાળુ છે. તેમના કારણે ગામમાં બનેલ તળાવ ક્યારેય ખાલી થતું નથી. ગામમાં કોઇ દારૂનું સેવન કરતું નથી તેથી ગામ નશા મુક્ત છે.એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિના ગામમાં લગ્ન થાય છે, તો વર અને કન્યા બંનેએ હનુમાનજીના મંદિરની પ્રદક્ષિણા કરવી પડે છે. તેનાથી તેમનું લગ્ન જીવન સારું રહે છે.