Published By : Disha PJB
આપણે સૌથી વધુ મીઠાઈઓ ખાઈએ છીએ. ભાત અને રોટલી બધા મીઠા રસની શ્રેણીમાં આવે છે, એટલે કે એમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો આ ખાય છે, પરંતુ એનો અતિરેક જીવલેણ બને છે.
અતિશય ખાંડનું એક પરિણામ ડાયાબિટીસ છે. કદાચ માણસે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સના વધારાને દૂર કરવા માટે ખટાશ ખાવાનું શરૂ કર્યું હશે.
આયુર્વેદના ચાર મૂળભૂત સિદ્ધાંતો છે, જેમાંથી બે સિદ્ધાંત આપણા શરીર અને ખોરાક સાથે સંબંધિત છે. ત્રિદોષ સિદ્ધાંત વાત, પિત્ત અને કફ સાથે સંકળાયેલા છે. આ સિવાય સામાન્ય વિશેષ સિદ્ધાંત જણાવે છે કે આપણા શરીરમાં જે વસ્તુની ઊણપ હોય છે એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવામાં આવે છે અને જે વસ્તુ વધારે હોય એને ઘટાડવા માટે ખાવા-પીવામાં એની વિપરીત ગુણવત્તાની વસ્તુઓ આપવામાં આવે છે.
ખાટામાં મિનરલ્સ કે વિટામિન હોય છે, એટલે શરીરમાં સંતુલન જાળવવું જરૂરી છે. શરીરને વધુ મીઠા રસની જરૂર હોય છે, જ્યારે ખટાશ ઓછી માત્રામાં લેવામાં આવે છે.
જ્યારે પણ આપણે ખાદ્ય પદાર્થો જોઈએ છીએ ત્યારે મોંમાં લાળ ઉત્પન્ન થવા લાગે છે. આને ‘મોઢામાં પાણી આવવું’ કહેવાય. ખાટી વસ્તુઓથી મોઢામાં વધુ પાણી આવે છે, કારણ કે ખાટી વસ્તુઓમાં એસિડ હોય છે, જે દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે. આપણી લાળ ગ્રંથિઓ ખાટી વસ્તુઓ જોઈને દાંત બચાવવાની તૈયારી કરવા લાગે છે અને એને કારણે તેઓ વધુ લાળ છોડવા લાગે છે.