Published by : Rana Kajal
- 25 રાઉન્ડ ફાયરિંગ અને 20 થી વધુ વાહનોની તોડફોડમાં 15 હુમલાખોરો સામે નોંધાયેલ ગુનો
- ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ
ઝઘડિયા જીઆઈડીસીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના નવા પ્લાન્ટ પાસે કોન્ટ્રાકટ મુદ્દે સર્જાયેલી ગેંગવોરમાં પોલીસે જયમીન પટેલ સહિત 5 ની ધરપકડ કરી છે.
શનિવારે ઝઘડિયા જીઆઈડીસીમાં કોન્ટ્રાકટ મુદ્દે જયમીન પટેલ આણી મંડળીએ હરીફો ઉપર હીંચકારો હુમલો કર્યો હતો. ગેંગવોરમાં 25 થી વધુ ના ટોળાએ રિવોલ્વર વડે 25 રાઉન્ડ ફાયરિંગ અને 20 જેટલા વાહનોની તોડફોડ કરી 5 થી 7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે 15 હુમલાખોરો સામે ગુનો દાખલ થયા બાદ રવિવારે અંકલેશ્વરના જયમીન પટેલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા કવાયત હાથ ધરાઈ છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ અને તપાસ ચાલી રહી છે.




