- અન્ય ૨ વોન્ટેડ જાહેર
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાણેથા ગામના લીઝ વાળા વગામાં બીપીન પટેલના ખેતરમાં આવેલ ઓરડીમાં ગામના બુટલેગર રસિક રાયસંગ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૨૫૨ નંગ બોટલ મળી કુલ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાણેથા ગામની નવી વસાહતમાં રહેતો બુટલેગર રસિક રાયસંગ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.જયારે આવી જ રીતે ઝઘડિયા પોલીસે દધેડા ગામના બુટલેગર રવિ શરાદ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૮૯ નંગ બોટલ મળી કુલ ૨૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.