Home Bharuch ભરૂચમાં નિરાંતે ખેલજો ગરબા, સલામત નવરાત્રી માટે પોલીસના નવલા 9 સ્ટેપ્સ…

ભરૂચમાં નિરાંતે ખેલજો ગરબા, સલામત નવરાત્રી માટે પોલીસના નવલા 9 સ્ટેપ્સ…

0
  • શહેર અને જિલ્લામાં દરેક ગરબા આયોજન સ્થળે સર્વેલન્સ અને મહિલા પોલીસ હશે સિવિલ ડ્રેસમાં…
  • રોડ સાઈડ રોમિયો ઉપર રહેશે સતત વોચ
  • જિલ્લા પોલીસ સાથે બૉમ્બ સ્કવોર્ડ, કવિક રિસ્પોન્સ ટીમ, શી ટીમ, LCB, SOG, પેરોલ સ્કવોર્ડ સહિત સુરક્ષામાં…
  • નવે દિવસ અને રાત સતત પેટ્રોલિંગ, કોમ્બિગ

ભરૂચ શહેર અને જિલ્લામાં પણ કોરોનાના બે વર્ષ બાદ આજથી નવરાત્રી મહોત્સવની શુભ શરૂઆત થઈ છે. ખેલૈયાઓને નિરાંતે ગરબા ખેલવા માટે જિલ્લા પોલીસે સલામતીના 9 સ્ટેપ્સમાં કાયદો વ્યવસ્થા જાળવવા આયોજન ઘડી કાઢ્યું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં નવે દિવસ અને નવે રાત બૉમ્બ સ્કવોર્ડ, કવિક રિસ્પોન્સ ટીમ, શી ટીમ સાથે LCB, SOG, પેરોલ સ્કવોર્ડ, જે તે ડિવિઝન પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.નવલી રાતોમાં કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જાળવવા તમામ 9 સ્ટેપ્સ હાથ ધરાયા છે. જેમાં સતત વાહન ચેકીંગ, પેટ્રોલિંગ, કોમ્બિગ, રોડ સાઈડ રોમિયો ઉપર વોચ, રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.ગરબા ગાઉન્ડ અંદર તેમજ બહાર પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ મહિલા પોલીસ કોઈપણ અનિચ્છનીય બનાવોને અટકાવવા સિવિલ ખાનગી ડ્રેસમાં ખેલૈયાઓને ખલેલ રહિત નવરાત્રી માટે હાજર રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version