Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઝારખંડના ધનબાદના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 10નાં મોત…દીવો પડતાં આગ લાગી હોવાની...

ઝારખંડના ધનબાદના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 10નાં મોત…દીવો પડતાં આગ લાગી હોવાની શંકા…

Published by : Rana Kajal

સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ વધુ ફેલાઈ જ્તાં 24થી વધુ લોકો દાઝી ગયા હતા. ઝારખંડના ધનબાદના ઍક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો. અત્યાર સુધી 10 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતું આ મોતનો આંકડો વધી શકે છે. ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત 10 માળના આશીર્વાદ ટ્વિન ટાવરમાં મંગળવારની સમી સાંજે ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. સત્તાવાર રીતે 10 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. 20થી વધુ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગેલા છે.

મંગળવારે સાંજે આશરે 6.30 કલાકે ત્રીજા માળે આગ લાગી હતી. થોડી જ વારમાં તે એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી આગ ફેલાઈગઇ હતી. આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે સળગી જવાને કારણે મૃતદેહો ઓળખી શકાય તેમ નથી. કેટલાક મૃતદેહો એકબીજા સાથે ચોંટેલા છે. મૃતકોમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ ખાલી થઈ ગયા છે. ઘણા લોકો એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈને જીવ બચાવવા આજીજી કરી રહ્યા છે.આગના ઘટના સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે જે ઘરમાં આગ લાગી હતી, તેમના ઘરમાં લગ્ન હતા. 31 જાન્યુઆરીના રોજ સિદ્ધિ વિનાયક હોટલમાં પાર્ટી હતી, પરંતુ આગના કારણે ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો

આગ કાબૂમાં નથી આવી

આશીર્વાદ ટાવરમાં 10 ફ્લોર છે. આગ પાંચમાં માળ(2,3,4 અને 5) સુધી ફેલાઈ ગઈ છે. હજુ સુધી આગ પર કાબૂ નથી મળી શક્યો. આગ એક પછી એક ઘરમાં ફેલાઈ રહી છે. 20થી વધુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવી રહ્યા છે. મોટી સંખ્યામાં રેસ્ક્યુ ટીમ અને પોલીસ ફોર્સ ઓપરેશનમાં લાગેલી છે. એપાર્ટમેન્ટના તમામ ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. સોથી કરુણ બાબત તો એ છે કે મૃતદેહો સિડી પર પડેલા છે, તો આગ એટલી ગંભીર છે કે કેટલાક બચાવકર્મીઓ પણ દાઝી ગયા છે. લોકોને બચાવતી વખતે બેંક મોઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીકે સિંહ પણ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સ્થાનિક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security