Published by : Vanshika Gor
સૌરાષ્ટ્રથી સમુદ્ર માર્ગે સુરત પહોચતી ટપાલ અત્યંત ધીમી ગતિએ ચાલતુ ટપાલ તંત્ર લોકોની ટીકાપાત્ર બન્યુ હતુ. પરંતું હવે તો ટપાલ તંત્ર પણ ઝડપી બની રહ્યુ છે જેમકે હાલમાં સૌરાષ્ટ્ર થી સમુદ્ર માર્ગે પોસ્ટ સુરત પહોંચાડવામા આવી રહીં છે ..
ટપાલ તત્ર હવે વિકસી રહ્યુ છે સાથેજ ઝડપી પણ બની રહ્યુ છે જેમકે સૌરાષ્ટ્રનું આર્થીક પાટનગર તરીકે ખ્યાતી પ્રાપ્ત રાજકોટમા ટપાલ અને આર્ટિકલના મોટા ઢગલા થઈ જાય છે. આવી પરિસ્થિતીમાં હવે નવો ટપાલ અને આર્ટિકલ પરિવહન ક્ષેત્રે ક્રાંતી આવતા આ બાબત અંગે અને સમસ્યાના ઉકેલ માટે સમુદ્રનો વ્યાપક અને અસર કારક ઉપયોગ થઈ રહ્યો છે. ગત સપ્તાહ દરમિયાન 30 ટન પોસ્ટ આર્ટિકલનું પરિવહન સમુદ્ર માર્ગે કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં વધુને વધુ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી ટપાલ અને આર્ટિકલની ઝડપી સર્વિસ અંગે તંત્ર યોજના બનાવી રહ્યુ છે




