Published by : Anu Shukla
- ટાટાની કોશિશ છે કે વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જાય
ટાટા ગ્રૂપ એક જાણીતું નામ છે જે ભારતમાં મીઠાથી લઈને સ્ટીલ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતી મોટી કંપની છે. આ કંપની સોફ્ટવેર બિઝનેસમાં પણ ઊંડી પકડ ધરાવે છે. ટાટાનું નવું પગલું આઈફોન પ્રોડક્શન તરફ આગળ વધી રહ્યું છે, જો સફળ થાય તો તે ભારતમાં આઈફોન બનાવી શકે છે. તો ખુબ જ જલ્દી ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી પ્રથમ ભારતીય ગ્રુપ બની જશે. ટાટા હવે તાઈવાની કાંટ્રૈક્ટ ઉત્પાદક કંપની વિસ્ટ્રોનનો બેગ્લોરનો પ્લાન્ટ ખરીદવા જઈ રહી છે. ટાટાની એવી કોશિશ છે કે વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જાય. જેથી 1લી એપ્રિલથી શરુ થતા નવા નાણાકીય વર્ષથી ટાટા ગ્રુપના નેતૃત્વમાં આઈફોનનું ઉત્પાદન શરુ થાય.
ટાટાની કોશિશ છે કે વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જાય
બન્ને પક્ષોએ ભાગીદારી બાબતે ચર્ચાઓ થઈ હતી. પરંતુ હવે એ નક્કી થઈ ગયુ છે કે ટાટા ગ્રુપ એક સંયુક્ત સાહસમાં મોટો હિસ્સો લેશે. ટાટા ગ્રુપ વિસ્ટ્રોનની મદદથી પ્લાન્ટની મુખ્ય ઉત્પાદનની કામગીરીની દેખરેખ રાખવા તૈયાર છે. ટાટા ગ્રુપ ઈચ્છે છે કે 31 માર્ચ પહેલા ડોક્યુમેન્ટ અને અન્ય પ્રક્રિયા પુર્ણ થઈ જાય. જેથી ટાટા ઈલેક્ટ્રોનિક્સ પીએલઆઈ સ્કીમનો હિસ્સો બની શકે. આ વિશે પ્રોત્સાહનો 1 એપ્રિલ 2023થી શરુ કરવામાં આવશે.