Published by : Anu Shukla
- તા. 20 થી 30 જાન્યુઆરી દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ
26 જાન્યુઆરી ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરાયેલા એલર્ટ બાદ વડોદરા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા સહિત ભારતભરના એરપોર્ટ પર સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ સૂત્રોનું કહેવું છે કે, ‘ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે ઉચ્ચ સ્તરની ચેતવણી આપવામાં આવી છે’.
‘સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ સત્તાવાળાઓ તા.20 થી 30 જાન્યુઆરી સુધી એરપોર્ટ ટર્મિનલ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એરપોર્ટ ના તમામ વિસ્તારો નું સઘન ચેકીંગ પણ થઈ રહ્યું છે.




