- પ્રાથમિક પ્લાન 650 રૂપિયા…..
લોકપ્રિય સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટરે ભારતમાં ટ્વિટર બ્લુ લોન્ચ કર્યું છે. ટ્વિટર બ્લુ એક પેઇડ સર્વિસ હશે, જેના માટે યુઝર્સ પાસેથી શુલ્ક લેવામાં આવશે. મોબાઈલ પર ટ્વિટરનો ઉપયોગ કરનારા ભારતીય ટ્વિટર યુઝર્સે એક મહિના માટે 900 રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડશે. જ્યારે ટ્વિટરના વેબ યુઝર્સે આ સેવા માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, ટ્વિટર યુઝર્સને વાર્ષિક પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન ટ્વિટર બ્લુની સેવાનો લાભ લેવા માટે ભારતીય યુઝર્સને 6800 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરવામાં આવ્યો છે.
આ દેશોમાં ભારત પહેલા ટ્વિટર બ્લુની પેઈડ સર્વિસ શરૂ થઈ ગઈ છે
કંપનીના નવા માલિક એલોન મસ્કે ગયા વર્ષે જ ટ્વિટર બ્લુની પેઇડ સર્વિસ વિશે માહિતી આપી હતી. ટ્વિટર બ્લુ ભારત પહેલા ઘણા દેશોમાં રજૂ કરવામાં આવ્યું છે. ભારત પહેલા ટ્વિટર બ્લુની પેઈડ સર્વિસ અમેરિકા, કેનેડા, યુકે, ન્યુઝીલેન્ડ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં શરૂ થઈ ગઈ છે. આ દેશોમાં, વપરાશકર્તાઓએ ટ્વિટર બ્લુ માટે દર મહિને $ 8 ની ફી ચૂકવવી પડશે. જ્યારે 1 વર્ષ માટે તે જ ફી ઘટાડીને $84 કરવામાં આવી છે.
ટ્વિટર બ્લુની પેઈડ સર્વિસ લેવા પર યુઝર્સને કંપની તરફથી ઘણા ફાયદાઓ આપવામાં આવશે. જે યુઝર્સ ટ્વિટર બ્લુની પેઈડ સર્વિસનો ઉપયોગ કરશે, તેમને 4000 શબ્દો સુધી ટ્વીટ કરવાની સુવિધા મળશે. એટલું જ નહીં, પેઇડ સર્વિસ લેનારા યુઝર્સને અન્ય ટ્વિટર યુઝર્સની સરખામણીમાં ઓછી જાહેરાતો જોવા મળશે