Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratડાકોર ના ઠાકોર - "જય રણછોડ" ફાગણી પૂનમ અને લોકમેળો...

ડાકોર ના ઠાકોર – “જય રણછોડ” ફાગણી પૂનમ અને લોકમેળો…

Published by : Vanshika Gor

ડાકોરમાં ફાગણી પૂનમ નું એક વિશેષ મહત્વ છે . ફાગણી પૂનમથી લોકમેળા નો પ્રારંભ થાય છે. ડાકોર માં ઉત્સાહ ભેર ઉજવણી થાય છે અને આ વર્ષે પણ થવાની છે . ત્યારે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે.

ખાસ વ્યવસ્થા
ભગવાન ના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ને પણ આવે છે. જેવો દર્શન ની સાથે મેળા નો ઉત્સવ માણે છે. ખાસ કરીને ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દ્વારે ઉમટે છે. રણછોડજી ના દર્શન કાજે દુર દુર થી લોકો કોઈ પગે ચાલીને , કોઈ રિક્ષા કે છકડા લઈને, કોઈ પેન્ડલશ્રધ્ધાળુ રીક્ષા લઈને તો કોઈ ઉટગાડીમાં આવે છે. દુર થી આવતા શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં તેમજ ચાલતા પણ આવતા હોય છે. શ્રદ્ધાળુઓ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ભાવ વિભોર બને છે.

ધોળી ધજા સાથે ચાલીને આવતા પદયાત્રીકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રધ્ધાળુઓ માટે ઉતારા, વિસામો સહિત પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પૂનમના દિવસે મંગળા આરતીના દર્શન કરી શકે એ માટે ડાકોર નગરમાં વિવિધજગ્યા એ 5 LED વોલ ગોઠવવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી તરફથી દર્શનાર્થીઓને દર્શનનો વધુ લાભ મળે તે માટેનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. પૂનમના બીજે દીવસે એટલે કે “ફુલડોર “ના દિવસે પણ હજારો શ્રધ્ધાળુ ઓ ઉમટે છે.

પદયાત્રીઓના જાણ અને સુગમતા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. ઉમરેઠથી વડોદરા, અને કપડવંજ, લાડવેલ ચોકડી, ગળતેશ્વર, અને મહેમદાવાદથી ડાકોર રૂટ સુધી બેનરો લગાવવામા આવ્યા છે. આ સાથે લાઉડસ્પીકરનુ પણ આયોજન કરાયું છે જેથી બાળકો , મહિલાઓ તેમજ વૃધ્ધો ભીડભાડમા ભૂલા ન પડી જાય. આ ઉપરાંત ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પ્રસાદી ની સુવિધાઓ અત્યારથીજ ચાલુ કરી દીધી છે .

જય રણછોડ માખણ ચોર …ના ગુંજ સાથે ડાકોર ના ઠાકોર ને વધાવવા અને લોકમેળો માણવા શ્રધ્ધાળુઓ ફાગણી પૂનમે ભીડ ઉમટે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security