Published by : Rana Kajal
દેશનાં જુદા જુદા રાજ્યોમાં જેલ તંત્ર દ્વારા કૈદી સુધારણા યોજના તૈયાર કરવામાં આવે છે. હાલમાં જ મહારાષ્ટ્રના નાસિકની સેન્ટ્રલ જેલમાં પણ કૈદીઓ માટે નવો નિયમ અમલમાં મુકવામાં આવેલ છે તે મુજબ જેલમાં અભ્યાસ કરો… ડિગ્રી મેળવો… અને સજામાં રાહત મેળવો અભિગમ અપનાવવામાં આવ્યો છે…કોઈ પણ માનવી સંજોગો ઉપસ્થિત થતા ગુનો કરે છે. આ સિદ્ધાંતના પગલે દેશમા કેદીઓને સુધારવા અંગેની યોજના અમલમાં મુકવામાં આવી છે….જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમ કે હાલમાં જ મહારાષ્ટ્રના નાસિકની સેન્ટ્રલ જેલમાં એક એવી યોજના છે. જેમા કેદીઓને મફત કોમ્પ્યુટર શીખવાડવામા આવે છે. ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે છે. તેમાં જે કેદી પાસ થાય અને ડિગ્રી મેળવે તેની સજામાં 90 દિવસનો ઘટાડો કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં કૈદીઓ લઈ રહ્યાં છે. છેલ્લા સાત વર્ષમાં દોઢ હજાર જેટલા કૈદીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. અત્રે નોંધવું રહ્યું કે જુદા જુદા રાજ્યોમાં કૈદી સુધારવા માટેની જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ કૈદીઓ લઈ રહ્યા છે.




