Published by : Rana Kajal
સફેદ અને લાલ ડુંગળી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી… વર્ષોથી ભોજનમાં ડુંગળીનો સમાવેશ કરવામાં આવે છે. ડુંગળી સફેદ અને લાલ એમ બે રંગની હોય છે. જૉકે બન્ને રંગની ડુંગળી ના ફાયદા અલગ અલગ છે બે ડુંગળીના રંગ અલગ હોય છે તેમ આ બંને ડુંગળીના ગુણ પણ અલગ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર બંને પ્રકારની ડુંગળીમાં પોષક તત્વો તો ઘણા બધા હોય પરંતુ લાલ ડુંગળીમાં વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. લાલ ડુંગળીમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તેનું નામ એન્ટોસિનેન હોય છે. જે શરીરમાં અનકંટ્રોલ સેલ ગ્રોથને રોકવામાં મદદ કરે છે. જેના કારણે સ્ટમક, બ્રેસ્ટ, પ્રોસ્ટેટનું કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. કેલેરીની વાત કરીએ તો 100 ગ્રામ લાલ ડુંગળીમાં 37 કેલેરી હોય છે જ્યારે સફેદ ડુંગળીમાં 42 કેલરી હોય છે. જ્યારે બંને પ્રકારની ડુંગળીમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ પ્રેશરનુ નિયમન કરવામાં મદદ કરે છે. આ બંને પ્રકારની ડુંગળી હૃદય સંબંધિત સમસ્યા અને ડાયાબિટીસને દૂર રાખવામાં પણ મદદ કરે છે તેનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે……