Home Bharuch ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના પાલેજ અને ભરૂચ ATM માંથી ભેજાબાજની અનોખી છેતરપિંડી,...

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના પાલેજ અને ભરૂચ ATM માંથી ભેજાબાજની અનોખી છેતરપિંડી, ₹2.88 લાખની ઠગાઈમાં એકની ધરપકડ

0

Published by : Rana Kajal

  • મૂળ યુપી અને હાલ પાલેજ રહેતો ભેજાબાજ 6 એટીએમ કાર્ડથી મશીનમાં એરર લાવતો
  • બાદમાં બેંકને કોલ કરી રૂપિયા નહિ નિકળા હોવાનું કહી નાણાં મેળવી લેતો

ભરૂચમાં 2 ATM મશીન સાથે 6 કાર્ડથી છેડછાડ કરી , ટેક્નિકલ એરેર લાવી , બેંક સાથે ₹2.88 લાખની ઠગાઇ આચરનાર આરોપીને LCB ઝડપી લીધો છે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટેક્નિકલ તથા ફીલ્ડ વર્કની ટીમ દ્વારા સી.સી.ટીવી ફુટેજ , બેંકના ATM સેન્ટરનો ડેટા મેળવી ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ હતા.

LCB PSI પી.એમ.વાળા તથા તેમની ટીમ બુધવારે ભરૂચ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ટેકનીકલ એનાલીસીસના અંતે હકીકત મળેલ કે, ધી ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંક પાલેજ તથા ભરૂચ મુક્તીનગર ખાતેના ATM સેન્ટરમાં છેડછાડ કરી. ટેકનીકલ એરર લાવી , નાણા ઉપાડી લેનાર ઇસમ પાલેજ નજીક છે.

જે આધારે એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને પાલેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ખાનગી કંપનીમાંથી ઝડપી પાડયો હતો. તેને છેલ્લા છ એક મહીનાથી ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના પાલેજ તથા ભરૂચ મુક્તીનગર ખાતેના ATM સેન્ટરમાં ATM સાથે છેડછાડ કરી , ટેકનીકલ એરર લાવી , નાંણા ઉપાડી લઇ , બાદમા બેંકના કસ્ટમર કેરમાં કોલ કરી રૂપીયા મળેલ નહી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

જેમાં બેંક પાસેથી નાંણા મેળવી આજદીન સુધીમાં અઢી લાખથી વધુ રૂપીયા મેળવેલ. મૂળ UP અને હાલ પાલેજ ICICI બેંકની પાછળ રહેતા સુધીર ઉમાંશંકર રાઠૌરની ધરપકડ કરી તેની પાસેથી 6 ATM કાર્ડ , મોબાઇલ , રોકડા રૂપીયા મળી રૂપિયા 6160નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version