- રત્ના પાઠક શાહ અને માનસી પારેખે પોતાના અભિનયથી પુર્યા રંગો
ફિલ્મનું ટિઝર ખૂબ જ જોરદાર છે. માનસી પારેખ ફિલ્મમાં મોંઘીનું પાત્ર નિભાવી રહી છે. મોંઘીનું પાત્ર રંગો સાથે જીવે છે અને પોતાનું ભવિષ્ય બદલવાની ઈચ્છા ધરાવે છે. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે તે જીવનમાં કેવી રીતે રંગો પુરશે.
મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રત્ના પાઠક શાહ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ સાથે માનસી પારેખ લીડ રોલમાં છે. કચ્છ એક્સપ્રેસના મેકર્સે ફિલ્મનું ટીઝર ઉતાર્યું છે. રત્ના પાઠક શાહ અને માનસી પારેખ ફિલ્મની ભુમિકામાં અદભૂત લાગે છે અને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે રત્ના પાઠક શાહે તેના અનુભવ અને ટીમ વિશે જણાવ્યું, “આ અનુભવ મેં ધાર્યા કરતાં ઘણો વધારે સારો હતો. ટીમ ઉત્તમ હતી – કુશળ, મહેનતુ અને બુદ્ધિશાળી; મેં મારા કો-સ્ટાર્સ સાથે આટલા ઉત્સાહ થી પહેલાં ક્યારેય કામ કર્યું ન હતું અને તેમના ઉત્સાહથી હું ખુશ છું. ફિલ્મનું ટિઝર ખૂબ જ જોરદાર છે. માનસી પારેખ ફિલ્મમાં મોંઘીનું પાત્ર નિભાવી રહી છે. મોંઘીનું પાત્ર રંગો સાથે જીવે છે અને પોતાનું ભવિષ્ય બદલવાની ઈચ્છા ધરાવે છે. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે તે જીવનમાં કેવી રીતે રંગો પુરશે. આ ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ કરી રહ્યા છે અને દિગ્દર્શન વિરલ શાહે કર્યું છે. ફિલ્મનું સંગીત મહાન સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે. કચ્છ એક્સપ્રેસ 6મી જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે.