Published By : Parul Patel
હવે સપ્ટેમ્બર 2023 પૂર્ણ થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોટા નુકશાનથી બચવા કેટલાક કામો કરી લેવા અત્યંત જરૂરી છે…જેમકે ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવું. જો તમે સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને તમારી પાસે ડીમેટ એકાઉન્ટ પણ છે, તો આ કામ 30 સપ્ટેમ્બરની અંદર પૂર્ણ કરો. જો તમે ચૂકી જશો, તો ખાતું ફ્રીઝ થઈ જશે, પછી ન તો તમે શેરબજારમાં વેપાર કરી શકશો અને ન તો મ્યુચ્યુઅલ ફંડ ખાતામાંથી કોઈ વ્યવહાર કરી શકશો. સેબીએ તમારા ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પછી, જ્યારે ઓક્ટોબરમાં માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થશે, ત્યારે તમારું એકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે સમસ્યાઓ વધશે.
આ ઉપરાંત નાની બચત યોજનાના સબ્સ્ક્રાઇબર્સ માટે આધાર સબમિટ કરવું ફરજિયાત. જો તમે સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કર્યું છે. તો તમારા માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ સ્મોલ સેવિંગ્સ સ્કીમના ગ્રાહકો માટે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર જમા કરાવવું ફરજિયાત છે. આ તે ખાતાધારકો માટે હશે જેમણે PPF, SSY, NSC, SCSS અથવા અન્ય કોઈ નાની બચત યોજનામાં ખાતું ખોલાવતી વખતે તેમનો આધાર નંબર સબમિટ કર્યો નથી. સાથેજ SBIની આ સ્કીમ બંધ થશે…SBI WeCare સ્કીમમાં રોકાણ કરવા માટે માત્ર 5 દિવસ બાકી છે, કારણ કે તે 30 સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થવા જઈ રહી છે. આ યોજનામાં રોકાણ પર ઉત્તમ વળતર પ્રાપ્ત થાય છે. SBIની આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય રોકાણકારો કરતાં વધુ વ્યાજ આપવામાં આવે છે.
તેમજ 2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ…જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટો છે તો તેને બેંકમાં જમા કરાવો અથવા 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બદલી નાખો. વાસ્તવમાં, રિઝર્વ બેંક (RBI) એ 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી તબક્કાવાર બહાર કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બેંકોમાં રૂ. 2,000 હજારની નોટો જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવાની વિનંતી કરી હતી.