Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 18 ઓકટોબર 2023નું રાશિફળ

તારીખ 18 ઓકટોબર 2023નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજનો દિવસ સામાન્ય પરેશાનીભર્યો રહેશે, પરિવારમાં કોઇ કારણોસર મહિલાઓને તણાવ રહી શકે છે. સાંજના સમયે તમારી બુદ્ધિ અને વિવેકની મદદથી જે પણ નિર્ણ લેશો, તે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. લવ લાઇફમાં આજે કોઇ સંબંધી તરફથી વિશ્વાસઘાત થઇ શકે છે, તેથી કોઇના પર ભરોસો મુકતા પહેલાં સમજી વિચારીને નિર્ણય લો. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

વૃષભ રાશિફળ

આજે કોઇ પણ નિર્ણય ઉતાવળે લેવાથી બચો અને ધૈર્યથી કામ લો, નહીં તો હાનિ થઇ શકે છે. આજે પરિવારની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર કરતાં જાતકો નવી વ્યાવસાયિક યોજનાઓ પર અમલ કરશે તો વધુ નફો કમાઇ શકે છે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ વસ્તુનું દાન કરો

મિથુન રાશિફળ

આજે કોઇની પણ સાથે વાદ વિવાદ ટાળો, નહીં તો ભવિષ્યમાં પરેશાની થઇ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે કોઇ વિવાદ ઉભો થાય તો શાંતિથી તેને ઉકેલવાના પ્રયાસ કરો. જૂની બીમારીથી આજે પીડા વધી શકે છે, ડોક્ટરની સલાહ લો. નોકરીયાત વર્ગને આજે અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે અને પ્રગતિના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 78 ટકા તમારાં પક્ષમાં રહેશે. કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો.

કર્ક રાશિફળ

સામાજિક કાર્યો સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. લાંબા સમયથી જે લોકો રોજગાર માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને આજે સારા અવસર મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમ સંબંધમાં તમારાં પાર્ટનરની મુલાકાત પરિવાર સાથે કરી શકો છો. સાંજના સમયે જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આજે પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવરાવો.

સિંહ રાશિફળ

રાજનીતિમાં કાર્યરત જાતકો માટે આજનો દિવસ મહત્વકાંક્ષા પૂર્તિનો રહેશે. નવા કાર્યમાં અવશ્ય સફળતા મળશે અને જન સમર્થન પણ વધશે. સંતાન પક્ષ તરફથી લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે શુભ સમાચાર મળી શકે છે. પરિવારના કોઇ સભ્યના લગ્નમાં અડચણ આવી રહી હતી તો કોઇની મદદથી તે દૂર થશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાના માર્ગ ખૂલશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

કન્યા રાશિફળ

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી રહેશે. જીવનસાથીની પ્રગતિ જોઇ મન પ્રસન્ન થશે ઉપરાંત રચનાત્મક કાર્યોમાં પણ તમારી પ્રગતિ થઇ શકે છે. જો કે, તમારાં ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો ભવિષ્યમાં પરેશાની થઇ શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. ચોખાનું દાન કરો.

તુલા રાશિફળ

આજનો દિવસ તમારાં માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારી મુલાકાત કોઇ પ્રિયજન સાથે થઇ શકે છે, આ દરમિયાન કોઇ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. આજે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરેલુ કામકાજ અટકેલાં હોય તેને પૂર્ણ કરવા માટે થોડી રાહ જોવી આવશ્યક છે. આજે ભાગ્ય 68 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો.

વૃશ્વિક રાશિફળ

આજનો દિવસ તમારાં માટે ધનવૃદ્ધિ લઇને આવશે, કોઇ સપત્તિ ખરીદવા ઇચ્છતા હોવ તો ચલ-અચલ પાસાઓની તપાસ કરીને નિવેશ કરો. સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે આજે પૂર્ણ થઇ શકે છે. આજે તમે ધૈર્યથી કામ કરશો તો સફળતા ચોક્કસથી મળશે. આજે ભાગ્ય 72 ટકા તમારાં પક્ષમાં રહેશે. તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો.

ધન રાશિફળ

આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, ઘર અથવા વ્યવસાય સંબંધિત કોઇ નિર્ણય લેવાનો હોય તો બુદ્ધિ અને વિવેકથી લો. આજે કોઇના પ્રભાવમાં આવીને નિર્ણય લેવાથી બચો નહીં તો પરેશાની થઇ શકે છે. માતા પિતાના આશીર્વાદથી જે પણ નવો વ્યવસાય શરૂ કરશો તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળશે. સાસરી પક્ષ તરફથી આર્થિક લાભની સંભાવના છે. આજે ભાગ્ય 75 ટકા તમારાં પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો.

મકર રાશિફળ

આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે દરેક મામલે જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. બાળકોના ભવિષ્ય સંબંધિત નિર્ણય અંગે જીવનસાથી અને માતાપિતાની સલાહ લેવી આવશ્યક છે. નોકરીયાત વર્ગને અધિકારીઓ તરફથી પ્રંશસા મળશે, આર્થિક પક્ષ મજબૂત બનશે. ઘરના સામાનની ખરીદીમાં પૈસા ખર્ચ થશે, તેથી બજેટનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગુરૂજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.

કુંભ રાશિફળ

આજનો દિવસ તમારાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, તમે જે પણ કાર્ય કરશો, તેમાં પરિવારનો સહયોગ મળશે. આજે ભાઇ બહેનની સલાહથી કરવામાં આવેલા કાર્યોમાં પ્રગતિ મળશે અને તમારાં સંબંધો અગાઉ કરતાં વધુ મજબૂત બનશે. આર્થિક દ્રષ્ટીએ કરેલા પ્રયાસોમાં સફળતા ચોક્કસથી મળશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણેશ ભગવાનને લાડુનો ભોગ ધરાવો


મીન રાશિફળ

આજનો દિવસ પારિવારિક જીવન માટે સુખમય રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. તેઓએ કોઇ સરકારી નોકરી માટે આવેદન કર્યુ હશે તો તે આજે મળી શકે છે, તેથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આજે કોઇના પર ભરોસો કરતા અગાઉ તેઓની વાત ધ્યાનથી સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો, નહીં તો વિશ્વાસઘાત થઇ શકે છે અને બિઝનેસમાં પૈસા ડૂબી શકે છે, તેથી સાવધાન રહો. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security