Home International દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગથી 149 લોકોના મોત….

દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગથી 149 લોકોના મોત….

0

Published by : Rana Kajal

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે એક ફેમસ ઇવેન્ટ હેલોવીન ફેસ્ટિવલમાં ભાગદોડ સર્જાતા 149 લોકોના મોત થયા છે. 150 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાકને કાર્ડિયાક અરેસ્ટ થયો છે. મોતનો આંકડો હજુ વધી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જયારે હેલોવીન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે એક ગલ્લીમાં અનેક લોકો ભેગા થયા હતા. આ દરમિયાન નાસભાગ થઈ અને ડઝનબંધ લોકોને હાર્ટ એટેક પણ આવ્યો હતો .

ફાયર વિભાગના અધિકારીએ કહ્યું કે, શનિવાર રાત્રે ઇટાવન લેસર જિલ્લામાં ભારે ભીડના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટી સંખ્યા લોકો એકઠા થયા જેના કારણે 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જેમાંથી હાર્ટએટેક જેવી સમસ્યા ઉભી થઇ. અંદાજિત 50 લોકોને CPR આપવામાં આવી. મહામારી બાદ પહેલી વખત આઉટડોર નો-માસ્ક હેલોવીન કાર્યક્રમનો જશ્ન મનાવનારા વિસ્તારમાં કથિત રીતે 1,00,000 લોકો હાજર હતા.આ ઘટનાને લઇને રાષ્ટ્રપતિ યૂં સુક-યેઓલે યોંગસાન-ગુ જિલ્લાના ઇટાવનમાં રિસ્પૉન્સ ટીમને તાત્કાલિક એક્શન લેવાના આદેશ આપ્યા છે. ફેસ્ટિવલ સ્થળની સુરક્ષાની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version