- આવનાર થર્ટી ફર્સ્ટ અગાઉ સ્મગલિંગથી લવાયેલી 40 લાખની સિગારેટનો જથ્થો સુરતથી ઝડપાયો…. સિગારેટની સફર… મ્યાનમારથી વાયા ચેન્નાઇ ટ્રેનમાં લવાઈ….
- સુરતમાં 20 રૂપિયામાં સિગારેટનું થતું વેચાણ, 4 કરોડની સિગારેટ પર પાણી ઢોળીને નાશ કરવામા આવશે…
સમગ્ર વર્ષ દરમિયાન ડીઆરઆઇ વિભાગે રૂ ચાર કરોડ રૂપિયાની સિગારેટ ઝડપી પાડી છે. સુરત રેલવે પાર્સલ વિભાગની કામગીરી ફરી ચર્ચામાં છે. સુરત ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા રૂપિયા 40 લાખની સ્મગલિંગ મારફત લવાયેલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચેન્નાઇથી ટ્રેનમાં આવેલી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર વર્ષમાં ગુજરાતમાંથી ડીઆરઆઇ વિભાગે સ્મગલિંગથી લવાયેલી કુલ 2.88 લાખ નંગ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ઇ-સિગારેટ પણ સામેલ છે.
વધુમાં ડીઆરઆઇના સૂત્રોએ જણાવ્યુ કે, રેલવે પાર્સલ વિભાગમાં ચેન્નાઇથી આવેલો માલ ઉતારાયો હતો. આ સિગારેટ કોરિયાથી સીધી ફ્લાઇટ મારફત ચેન્નાઇ આવી હતી અને ત્યાંથી ટ્રેન મારફત સુરત લવાઈ હતી. 100 ટકા ડ્યૂટી ન ભરવી પડે એ માટે સિગારેટનુ સ્મગલિંગ કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ડીઆરઆઇએ ચાર કરોડની આ પ્રકારની સિગારેટ ઝડપી છે હવે તેની પર પાણી નાંખીને તેનો નાશ કરી દેવામાં આવશે.
મળેલ બાતમીના આધારે ડીઆરઆઇએ આ પાર્સલ અટકાવી તેની તપાસ કરાઇ હતી. તેમા પ્રતિબંધિત ગુદામગરમ સહિતની 1,96,320 નંગ સિગારેટ મળી આવી હતી. જે ઇન્ડોનેશિયા અને કોરિયાથી મંગાવવામાં આવી હતી. અધિકારીઓ ના જણાવ્યાં અનુસાર, પાર્સલ પર પુરુ એડ્રેસ કે નામ લખવામાં આવતું હતું.બે જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી સિગારેટનું સ્મગલિંગ થાય છે.
એક પેસેન્જરો ડ્યૂટી ફ્રી લાવે તે અને બીજુ મ્યાનમાર સરહદથી તેને દેશમાં ઘુસાડવામાં આવે છે. એક પેસેન્જર આવી 200 સિગારેટ લાવી શકે છે. ડ્યૂટી બચાવવા માટે આ સિગારેટ સ્મગલિંગ મારફત સુરત લાવવામાં આવતી હોય છે. અગાઉ પણ સુરતમાંથી જ 75 લાખની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી.