Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદારૂનો નશો મોતને પોકારે ….બિહારમાં ફરી ઝેરી દારૂ પીવાથી 8 ના મોત...

દારૂનો નશો મોતને પોકારે ….બિહારમાં ફરી ઝેરી દારૂ પીવાથી 8 ના મોત…

Published by : Vanshika Gor

બિહારમાં ફરી એકવાર નકલી દારૂ પીવાની મોટી ઘટના સામે આવી છે. મોતિહારીમાં નકલી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ તમામની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ આલ્કોહોલ પીધો ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. દર્દીઓના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ પીને જ આ લોકોની હાલત બગડી છે.

મોતિહારી સદર હોસ્પિટલમાં તૈનાત એક ડોક્ટરે જણાવ્યું કે દર્દીઓએ દારૂ પીધો હોવાનું સ્વીકાર્યું છે. જોકે પ્રશાસન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને બિસરા તપાસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યું છે. મોતિહારી અને મુઝફ્ફરપુર સિવિલ સર્જને પહેલા તેને ડાયેરિયા કહીને શંકાસ્પદ મૃત્યુ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓએ દારૂ પીવાની અને આંખમાં કંઈ ન દેખાતું હોવાની વાત કહી ત્યારે ડૉક્ટરોની શંકા વધુ ઘેરી બની. હાલમાં દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ત્યારે ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉતાવળમાં ડૉક્ટરોની ટીમ ગામમાં મોકલવામાં આવી છે. ટીમ ગામમાં દરેક સભ્યોની તપાસ કરી રહી છે. જે પણ શંકાસ્પદ જણાશે, તેને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!