- અંકલેશ્વરની વાલિયા ચોકડી આનંદ રેસ્ટોરન્ટ પાસેની કે.પટેલ કેમો ફાર્મા કંપની પાસેથી વિદેશી દારૂ ભારે બંધ બોડીનો ટેમ્પો ઝડપાયો
- પોલીસે ૫.૩૯ લાખનો દારૂ અને ટેમ્પો સહીત ૧૧.૭૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વરની વાલિયા ચોકડી આનંદ રેસ્ટોરન્ટ સ્થિત કે.પટેલ કેમો ફાર્મા કંપની પાસેની દીવાલ નજીકથી ટેમ્પોમાં સોફાની આડમાં લવાયેલ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે.

રાજ્યમાં પ્રોહીબીશન જુગાર અને અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તરફથી બંધ બોડીનો મહિન્દ્ર ટેમ્પો જી.જે.૧૯.વાય.૨૪૮૮માં સોફાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અંકલેશ્વરની વાલિયા ચોકડી આનંદ રેસ્ટોરન્ટ પાસેથી જી.આઈ.ડી.સી.માં જનાર છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવી કે.પટેલ કેમો ફાર્મા કંપની પાસેની દીવાલ નજીક ઉભો રહેતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પોમાં તપાસ કરતા તેમાં સોફાસેટના ફર્નીચરની આડમાં ડ્રાઈવરની પાછળ બનાવેલ ચોરખાનામાંથી પોલીસે વિદેશી દારૂની ૩૮૯૮ નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ૫.૩૯ લાખનો દારૂ અને ત્રણ ફોન તેમજ ૬ લાખનો ટેમ્પો મળી કુલ ૧૧.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના લીંબાયત વિસ્તારની શિવ પાર્કમાં રહેતો ટેમ્પો ચાલક અરવિંદકુમાર શિવશંકર તીવારી અને મહારાષ્ટ્રના પાલઘરના ઇમરાન વઈશ ખાનને ઝડપી પાડ્યો હતો જયારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.




