- ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા, ઉમેદવારોના લિસ્ટ માટે સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લઈને દિલ્હીમાં આજે મંથન કરવામાં આવશે.ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.આજે પાર્ટીની સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજવવાની છે.આ બેઠકમાં ઉમેળવર્કના નામ પર આખરી મહોર લાગશે. દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા થશે
વિધાનસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારને ટીકીટ આપવી તે માટે આજે દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર,વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા,પ્રભારી રઘુ શર્મા અને સિનિયર ઓબ્ઝવર અશોલ ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે.સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લાની આગેવાનીમાં આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે તથા ઉમેદવારોના નામ પર આખરી મહોર પણ લગાવવામાં આવશે.
80 ટકા ધારાસભ્યો રિપીટ થઈ શકે છે
દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને ના જાય તે માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે.ઉમેદવારોના કામ,મત વિસ્તારના કાર્યકરોના અભિપ્રાયના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યારના ધરાસભ્યમાંથી 80 ટકા ધારાસભ્યને રિપીટ પણ કરવામાં આવશે.




