Home BOLLYWOOD દીપિકા પાદુકોણ, મળી મોટી જવાબદારી…

દીપિકા પાદુકોણ, મળી મોટી જવાબદારી…

0

દીપિકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ છએ. સાથે તેણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઈને હોલિવૂડ સુધીની ખ્યાતિ મેળવી ચુકી છે. તેણીની ઓળખ ગ્લોબલ સ્ટાર તરીકે થઈ ગઈ છે. આ જ કારણ છે રે હવે દીપિકાને ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચથી પહેલા એક ખાસ જવાબદારી મળી છે, જેના માટે દીપિકા કતર જશે. તેણી ફીફા વર્લ્ડકપની ટ્રોફીના અનાવરણ માટે હાજર રહેશે.

સ્ટેડિયમમાં ટ્રોફીનું કરશે અનાવરણ

સૂત્રો અનુસાર, દીપિકા ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ફીફાના ઈતિહાસમાં આ દુર્લભ મોકો હશે જેમાં કોઈ ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય એક્ટરને આ સન્માન મળશે. ફીફા વર્લ્ડ કપની ફાઈનલ 18 ડિસેમ્બ 2022એ કતરમાં લુસૈલ (Lusail) આઈકૉન સ્ટેડિયમમાં થશે. દીપિકાની આવનારી અન્ય ફિલ્મોમાં રોહિત શેટ્ટીની ‘સર્કસ’ છે જેમાં તેણી કેમિયો કરી રહી છે. ફિલ્મ ‘પઠાન’માં દીપિકા સાથે શાહરુખ અને જૉન અબ્રાહમ પણ છે. દીપિકાની અન્ય ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે. તેમાં તેણી પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી સાથે જોવા મળશે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં દીપિકા કેમિયો કરતી જોવા મળશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version