Home News Update Nation Update દીવાળી ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સનુ મહત્વ વધ્યુ…

દીવાળી ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સનુ મહત્વ વધ્યુ…

0

હાલમાં દેશમાં દિવાળીના પર્વ દરમિયાન વિવિઘ કંપનીઓમાં કર્મચારીઓને ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સ આપવાનું ચલણ વર્ષોથી છે ત્યારે આ વર્ષે દિવાળી દરમિયાન કંપનીઓએ ડ્રાયફ્રૂટ્સની ખરીદી માટે ઓછી રકમ ચૂકવવી પડશે. તે બાબત સૂચક છે. જે અંગે વિગતે જોતાં છેલ્લા બે વર્ષથી કોવિડ-19, અફઘાનિસ્તાન સંકટ, કોલંબિયામાં દુકાળની સ્થિતિ જેવા અનેક કારણોસર ડ્રાયફ્રૂટ્સનુ સપ્લાય ઘટ્યુ હતુ. જેને કારણે કિંમતોમાં 60-68% સુધીનો વધારો થયો હતો. પ્રતિબંધોને કારણે માંગ અને વેચાણ પણ ઓછું જણાતુ હતુ. પરંતુ આ વર્ષે વર્ષ 2022માં દરેક પ્રકારની અડચણો દૂર થઇ ગઇ છે. અફઘાનિસ્તાનમાં પણ સ્થિરતા છે અને કોવિડ નિયંત્રણમાં છે. આર્થિક ગતિવિધિઓ પણ પૂર્વવત થઇ છે. ડ્રાયફ્રૂટ્સની મજબૂત સપ્લાયથી કિંમતોમાં પણ ગત વર્ષની તુલનાએ 65%નો ઘટાડો થયો છે. સાથે જ કોર્પોરેટ્સ જગતમાં ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સને પસંદગી આપવામા આવી રહી છે ગત બે વર્ષ દરમિયાન ગિફ્ટમાં ડ્રાઇફ્રૂટ્સ આપવામાં અસમર્થ કોર્પોરેટ સેક્ટર આ વર્ષે ગિફ્ટ માટે ડ્રાયફ્રૂટ્સની ધૂમ ખરીદી કરી રહ્યું છે. દિલ્હી સ્થિત ડ્રાયફ્રૂટ્સના હોલસેલ માર્કેટ ખારી બાવલી માર્કેટમાં રોનક વધી છે. મિઠાઇ ઉત્પાદકો ઉપરાંત કોર્પોરેટ સેક્ટરમાં પણ ગિફ્ટ માટે ડ્રાયફ્રૂટ્સની જ બોલબાલા છે. આ વર્ષે ડ્રાયફ્રૂટસનો કારોબાર 10-15 ટકા વધીને 25 થી 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.એપ્રિલ-ઓગસ્ટની વચ્ચે કાજુની આયાત 72% વધી.

સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2022-23માં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશમાં કાજુની આયાત અંદાજે 72% વધીને 8.77 લાખ ટન, કિસમિસની આયાત 14% વધી 5,202 ટન, અખરોટની આયાત 7% વધીને 482 ટન અને કેસરની આયાત 190% વધીને 31.75 ટન થઇ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version