Home News Update Entertainment હાલમાં સલમાન ખાન અને તેની બિગ બોસ 16ના ફેન્સ માટે ખરાબ સમાચાર...

હાલમાં સલમાન ખાન અને તેની બિગ બોસ 16ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે…

0

Published By : Aarti Machhi

બિગ બૉસ શોના હોસ્ટ અભિનેતા સલમાન ખાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે જેથી સલમાન ખાનના ચાહકો નિરાશ થઈ ગયા છે અને તે આગામી કેટલાક અઠવાડિયા બિગ બોસ 16 માટે વીકેન્ડ કા વાર હોસ્ટ કરી શકશે નહીં તેવી સંભાવના વ્યકત કરાઇ રહી છે તેથી સલમાન ખાનની જગ્યાએ આ વખતે કરણ જોહર પરિવારના સભ્યો માટે ક્લાસ લેતા જોવા મળશે. આ શોની સાથે સલમાન ખાને તેની આગામી ફિલ્મોનું શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું છે.હાલ નો સમય એવો છે કે બિગ બોસનું નામ આવતા જ દિમાગમાં સલમાન ખાનનો જ ચહેરો ફેન્સના માનસમાં ઉભરી આવે છે. દર્શકોને ભાઈજાનની સ્ટાઈલ એટલી બધી પસંદ છે કે તેઓ વીકેન્ડની રાહ જોતા હોય છે કે સલમાન ખાન ક્યારે આવશે અને પરિવારની વાત મૂકશે. તેના સિવાય તે કોઈને યજમાન તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. તેથી હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કરણ જોહર આ બધું કેવી રીતે મેનેજ કરે છે. જૉકે આ સમાચાર પહેલા જ સામે આવી ગયા હતા કે સલમાન ખાન આ વખતે બિગ બોસ 16ના વીકએન્ડ કા વારનું શૂટિંગ નહીં કરે. તેની જગ્યાએ કરણ જોહર જોવા મળશે. પરંતુ તેની પાછળનું કારણ હવે બોલિવૂડ હંગામાના એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જૉકે કરણ જોહર પાસે પણ અનુભવ છે, તેણે વર્ષ 2021માં બિગ બોસ ઓટીટી હોસ્ટ કર્યો છે. જો કે, તે પછી પણ, સોશિયલ મીડિયા પર, કરણને તેની સ્ટાઈલ માટે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version