Published by : Rana Kajal
ભોજનમાં મીઠાનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. મીઠુ ફક્ત સ્વાદ જ નથી વધારતુ પરંતુ આપણા શરીરની જરૂરિયાત પણ છે. શરીરમાં વધુ માત્રામાં મીઠાની ઉણપ થઇ જાય તો વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. આ તો વાત થઇ મીઠાની. હવે વાત કરીએ તે મસાલાની જે દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ફાસ્ટ ફૂડથી લઇને પરંપરાગત વાનગીઓમાં દરેક જગ્યાએ સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલાનું નામ છે કાળા મરી.
કાળા મરી વિશે રોચક વાતો :
કાળા મરીનો છોડ નથી હોતો પરંતુ કાળા મરી વેલા પર ઉગે છે. એક લાંબી લીલીછમ વેલ પર ઉગે છે કાળા મરી. કાળા મરીના વેલાને મોટા થઇને ફળ આપવામાં આશરે 3 વર્ષનો સમય લાગે છે અને પરિપક્વ થઇને પૂરો પાક આપવામાં 7થી 8 વર્ષ લાગે છે. કાળા મરીના એક વેલાનું જીવન આશરે 20 વર્ષ હોય છે. વેલા પર પહેલા ગુચ્છાના રૂપમાં ઢગલાબંધ ફૂલો આવે છે અને પછી આ ફૂલ સૂકાઇ જાય છે. તેના સ્થાને નાના-ગોળ લીલા રંગના ફળ આવે છે. કાળા મરી શરૂઆતમાં વટાણાના લીલા દાણા જેવા લાગે છે અને પછી સૂકાઇને લાલ થઇ જાય છે. તે બાદ તેનો રંગ કાળો થઇ જાય છે. સફેદ દેખાતા કાળા મરી લાલથી કાળા થવા વચ્ચેની પ્રોસેસનો હિસ્સો છે.

મીઠા બાદ કાળા મરી એવો મસાલો છે જે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. મીઠા બાદ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મસાલો કાળા મરી છે પરંતુ તમને તે જાણીને નવાઇ લાગશે કે કાળા મરી કરતા 20 ગણો વધુ ઉપયોગ કેપ્સીકમના બીજનો થાય છે. મીઠાને બાદ કરતા કેપ્સિકમના બીજ દુનિયાભરમાં મોટી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રોસેસ્ડ, રિફાઇન્ડ અને રેડી ટુ યુઝ બીજના 10 ગ્રામ પેકેટની કિંમત આશરે 1200 રૂપિયાથી લઇને 1500 રૂપિયાની વચ્ચે હોય છે. તેને ફાસ્ટફૂડની ગાર્નિશિંગમાં વધુ યુઝ કરવામાં આવે છે.

કાળા મરીના જે લીલા અને સફેદ રંગના પ્રકાર છે, તે તેના પાકવાના વિભિન્ન ચરણ છે પરંતુ આ તમામનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કાળા મરી જ્યારે લીલા હોય છે તો તેને તોડીને અથાણા રૂપે ઉપયોગમાં લઇ શકાય છે. તેના સફેદ દાણા ટેસ્ટના મામલે સૌથી વધુ રિચ હોય છે. તેથી તે સૌથી મોંઘા પણ હોય છે. જ્યારે તેને અંતિમ રૂપ એટલે કે કાળા મરીના રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.