ઉત્તર પ્રદેશના સંભલમાં એક લગ્નના રિસેપ્શન પાર્ટીમાં એક દુલ્હાએ બધાની સામે દુલ્હનને જાહેરમાં કીસ કરી લીધી. આ વાતથી દુલ્હન ગુસ્સાથી લાલ થઈ ગઈ અને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. જણાવી દઈએ કે યુપી સામૂહિક વિવાહ યોજના 2022 અંતર્ગત 26 નંવેમ્બરના બંનેના લગ્ન થયા હતા. આ પછી પવાસા ગામમાં 28 નવેમ્બરે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ દરમિયાન દુલ્હા દુલ્હન બંને સ્ટેજ પર બેઠા હતા.લગભગ 300 મહેમાનોની સામે અચાનક દુલ્હાએ દુલ્હનને કિસ કરી લીધી. એનાથી નારાજ થઈને દુલ્હન સ્ટેજ છોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ. પરિવારજનોનાન સમજાવવા પ્રયાસ કર્યો પરંતુ તે પોલીસ સ્ટેશન જવાની જીદ પર અડી રહી. તેણે મંચ પર જવાથી મનાઈ કરી દીધી. તેની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ.
કિસ તેની અને તેની પત્ની વચ્ચે શરતનો એક ભાગ, જોકે વરરાજાએ આરોપોનું ખંડન કરતા કહ્યું કે કિસ તેની અને તેની પત્ની વચ્ચે શરતનો એક ભાગ હતો. તેણે દાવ્યો કર્યો કે તેણે દુલ્હન સાથે શર્ત લગાવી હતી કે જો વરરાજો મંચ પર બધાની સામે કીસ કરશે તો તે તેને 1500 રૂપિયા આપશે. જો તે એવું નથી કરી શકતો તો તેણે દુલ્હનને 3 હજાર રૂપિયા આપવા પડશે. પોલીસે જ્યારે દુલ્હનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેમની વચ્ચે એવી કોઈ શર્ત નહોતી થઈ.
વરરાજા વધુ સાથે નહીં રહે,લાંબા સમય સુધી વિવાદ ચાલ્યા બાદ બંને પક્ષો એ બાબતે સહમત થયા કે વરરાજા વધુ સાથે નહીં રહે. કારણ કે તેમના લગ્ન હજુ સુધી રજીસ્ટર્ડ થયા નથી એટલે છૂટાછેડા માટે ફાઈલ કરી શકે છે.આ પ્રકારની હરકત કરી શકે છે તે કેવી રીતે સુધરી શકે, પોતાની ફરિયાદમાં તેણે કહ્યું કે હું તેની સાથે રહેવા નથી માગતી. હું મારા ઘર પર રહીશ. મને તેનો વ્યવહાર પસંદ આવ્યો નથી. એક વ્યક્તિ જે 300 લોકોની સામે આ પ્રકારની હરકત કરી શકે છે તે કેવી રીતે સુધરી શકે. એટલા માટે તેના આ કૃત્યની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.