Published By:- Bhavika sasiya
ભારતમા સડકમાર્ગ પર કેબલબ્રીજ આવેલા છે પરંતું હવે ટ્રેન પસાર થઇ શકે તેવો રેલ્વે બ્રીજ તૈયાર થઈ ચૂક્યો છે.
દેશનાં પ્રથમ રેલવે કેબલબ્રીજ અંગે અંજી રેલવે બ્રિજ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયરે માહીતી આપી હતી એન્જીન્યર સંદીપ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, આ બ્રીજ કાશ્મીરમાં અંજી નદી પર તૈયાર કરવામાં આવ્યો છે આ બ્રિજનો બેઝ 473 મીટરની લંબાઈ ધરાવે છે સાથેજ 193 મીટરની ઊંચાઈનો ટાવર બેઝની મધ્યમાં બનાવવામાં આવ્યો છે.
અંજી નદીથી 331 મીટરની ઊંચાઈએ પિલ્લર બનાવવામાં આવ્યાં છે. 3.75 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ સિંગલ લાઈન રેલવે ટ્રેકની બાજુમાં બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, ‘તેના પરથી ટ્રેન પસાર થાય તો પણ તે હલશે નહીં અને ટ્રેન બ્રિજ પરથી ઝડપથી દોડી શકશે. તેટલું જ નહીં, આ બ્રિજ પર કોઈપણ કુદરતી આફતની અસર થશે નહીં. ધરતીકંપ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ તેને અસર થશે નહીં.’તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘IIT રૂરકી અને IIT દિલ્હીના એક્સપર્ટ્સે આ વિસ્તારમાં ધરતીકંપ અને વાવાઝોડાની પરિસ્થિતિ વિશે વિચારીને ખૂબ સંશોધન કર્યુ હતું અને તેમની મહેનતને કારણે બ્રિજને ધરતીકંપ અને વાવાઝોડની અસર ન થાય તેવો બનાવી શક્યાં છીએ.’આ બ્રિજનું કામકાજ વર્ષ 2018ના એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં તેનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ રેલવે લાઇનમાં 137 બ્રિજ અને 27 બોગદાં (ટનલ) બનાવવામાં આવ્યાં છે.
આ બ્રિજ પ્રોજેક્ટના એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે, આ બ્રિજનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ દેશનો પહેલો કેબલ રેલવેબ્રિજ છે. બ્રિજની બંને સાઇડ ટનલ બનાવવામાં આવી છે અને બંને ટનલ વચ્ચેનું અંતર 725 મીટર જેટલું છે.