Published by : Rana Kajal
- ગુજરાતના 18 કૈદીની સજા આજીવન કૈદમાં ફેરવાઈ…
જ્યારે પણ ગંભીર પ્રકારનો ગુનો બને છે તેવા સમયે પીડિત પરીવાર દ્વારા દોષિતોને ફાંસીની સજાની માંગ કરતા હોય છે. તે સાથે વિશ્વમાં માનવતાનો સાદ સાંભળી ફાંસીની સજાને આજીવન કૈદની સજામાં ફેરવવાની માંગમાં પણ વધારો થયો છે…દેશમાં ફાંસીની સજા અને તેના અમલની પરિસ્થિતિ અંગે જોતા દેશમાં 472 આરોપીઓને ફાંસી ની સજા આપવામાં આવી તા 31ડીસેમ્બર 2021ની પરિસ્થિતિ મુજબ 290 કૈદીઓની સજાને આજીવન કારાવાસની સજા મા પરિવર્તિત કરવામાં આવી હતી. ફાંસીની સજા અંગે રાજ્ય મુજબ પરિસ્થિતી જોતા ઉત્તર પ્રદેશમાં 67 બિહારમાં 46 મહારાષ્ટ્ર માં 44 મધ્યપ્રદેશમાં 39 પશ્ચિમ બંગાળમાં 37ઝારખંડ મા 31અને કર્ણાટકમાં 27 કૈદીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. ગુજરાતમા 18 કૈદીઓની ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી કરાઇ હતી.