Published by : Rana Kajal
દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉડીસાની રાજ્ય સરકારે વધતી જતી ગરમીના પગલે ધોરણ 10સુધીની શાળાઓ બંધ રાખવા ફરમાન કર્યું છે. ઉડીસા સરકારે મંગળવારે 12 થી 16 એપ્રિલ સુધી શાળા અને આંગનવાડીઓ માટે રજાની જાહેરાત કરી છે. આ નિર્ણય રાજ્યમાં ભીષણ ગરમી અને લૂની સ્થિતિના કારણે આવ્યો છે. ઉડીસા સરકારના સૂચના અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યુ છે કે ભીષણ ગરમીની સ્થિતિને જોતા આગણવાડી કેંદ્ર અને ધોરણ 10મા સુધીના બધી શાળાઓ તા 12 એપ્રિલથી 16મી એપ્રિલ, 2023 સુધી બંધ રહેશે.વધુમા સરકારે અધિકારીઓને પીવાના પાણીનો સુચારુ પુરવઠો સુનિશ્ચિત કરવા અને કોવિડની સ્થિતિ પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.