ઇન્ટર નેશનલ મોનેટરી ફંડ એ વિશ્વના તમામ દેશોનું આર્થિક મૂલ્યાંકન કરે છે આ મૂલ્યાંકનના આધારે કેટલાક દેશો અન્ય દેશોને ધિરાણ આપતા હોય છે જૉકે IMF એટલેકે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના વિકાસ દરના અનુમાનને 20 બેસિસ પોઈન્ટ ઘટાડ્યું છે જેમ કે વર્ષ, 2023-24માં GDP 5.9 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે જૉકે ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડ(IMF)એ નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે. આઈએમએફએ તેના અનુમાનમાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા જીડીપી ગ્રોથ રેટને ઘટાડીને 5.9 ટકા કર્યો છે.ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે હાલના નાણાંકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન જણાવ્યું છે તે ભારતીય રિઝર્વ બેન્કના 6.5 ટકાના અનુમાન કરતા ખૂબ ઓછું છે.આ તફાવત કેમ પડી રહયો છે તેના કારણો તપાસવામાં આવી રહ્યા છે.